ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૮૨ લોકો કુદરતી હોનારત સામે જીવ ગુમાવી ચૂક્યાં છે. આ પૈકી ૨૧૫ વ્યક્તિએ તો માત્ર છેલ્લાં એક વર્ષમાં જ કુદરતી હોનારત સામે જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં દેશના જે રાજ્યમાંથી સૌથી વધુ લોકોના કુદરતી હોનારતમાં મૃત્યુ થયા હોય તેમાં પશ્ચિમ બંગાળ ૩૫૪ સાથે મોખરે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. કુદરતી હોનારતથી ગુજરાતમાં ૧.૪૯૦ લાખ હેક્ટર વિસ્તારના પાકને નુકસાન થઇ ચૂક્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વાયુ, તાઉતે જેવા વાવાઝોડા સહિત અતિ ભારે વરસાદ જેવી કુદરતી હોનારત જેવી આપતિઓ આવી ચૂકી છે. જેમાં ગુજરાતમાં ૨૦૧૮-૧૯માં ૭૨, ૨૦૧૯-૨૦માં ૧૯૫ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ વર્ષે મે મહિનામાં આવેલા તાઉતે વાવાઝોડામાં જ ગુજરાતમાંથી ૪૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી
આ પ્રકારની હોનારતમાં સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) સંકટમોચકની ભૂમિકા ભજવતી હોય છે. જેમાં ગુજરાતને ફાળવાયેલો હિસ્સો રૃપિયા ૧૪૧૨ કરોડ છે. આ પૈકી કેન્દ્રનો હિસ્સો રૃપિયા ૧૦૫૯.૨૦ કરોડ અને રાજ્યનો હિસ્સો રૃપિયા ૩૫૨.૮૦ કરોડ છે. હાલની સ્થિતિએ તેમાંથી રૃપિયા ૫૨૯.૬૦ કરોડ નો પ્રથમ હપ્તો ફાળવી દેવામાં આવ્યો છે.