રણ સરોવર ઉપર પરીસંવાદ સેમીનાર યોજાયો
પર્યાવરણ સંસ્થા ગ્રીનલનેટ દ્વારા ઔડા ગાર્ડન, પંચવટી ખાતે ચર્ચા અને પરીસંવાદ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.રણ સરોવર એ કચ્છના નાના રણમાં આકાર પામનારું એશીયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર હશે. સેમીનારમાં સંસ્થાના સભ્યો અને કલોલ અને કડીના પર્યાવરણપ્રેમી નાગરીકો જોડાયા હતા.
પરીસંવાદમાં માહિતી આપતા પર્યાવરણ સંસ્થાના પ્રમુખ એહમદ પઠાને કહ્યું કે 5000 ચોરસ કિલોમીટરમાં રણ સરોવર અસ્તિત્વમાં આવશે. કચ્છનો આકાર રકાબી જેવો છે અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાથી કુલ 113 નદીઓનું પાણી નાના રણમાં એકઠું થવાથી 50 કીમી. સુધીના વિસ્તારમાં એક મીઠા પાણીના સરોવરનું સર્જન થાય છે. હરક્યાં ક્રીક પાસે રચાતું આ સરોવર ફક્ત ચોમાસા પૂરતું જ રહે છે, બાકીના સમયમાં રણ બની જાય છે. જ્યારે દરીયામાં ભરતી આવે છે ત્યારે ખારું પાણી મીઠા પાણીમાં ભળી જાય છે અને અંતે પાણી દરીયામાં જતું રહે છે. જે પાણી રહી જાય છે તે જમીનમાં ઉતરી જઇ ખારાસ પેદા કરે છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
એહમદ પઠાને વધુ માહિતી આપતા કહ્યું કે અંગ્રેજોએ વખતનું 100 વર્ષ જૂનું સૂરજબારી પુલ ને પૂરી દેવામાં આવે તો મીઠા પાણીને સરોવરમાં જતું પાણી રોકી શકાય અને 10-12 ફૂટની ઊંડાઇવાળું સૌથી મોટું સરોવર આકાર લઈ શકે છે. આ સેમીનારમાં નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ છત્રાલ જી.આઇ.ડી.સી.ના પ્રમુખ રમેશભાઈ પટેલ અને સંસ્થાના સભ્યોએ સચીટ માહિતી પૂરી પાડી હતી.
રણ સરોવર થકી 9 જિલ્લાઓ, 10 તાલુકાઓ અને પાડોસી રાજ્યોને પણ લાભ મળશે. ગુજરાતનાં 50 લાખ લોકોને આનો સીધો લાભ મળી શકે તેમ છે. નર્મદા ડેમ પછી આ બીજા નંબરની સૌથી મોટી બહુહેતુક યોજના બની શકે તેમ છે તેમજ માનવતા માટે વરદાન સમાન બની રહેશે. 10 હજાર અગરીયાઓ જે છેલ્લા 100 વર્ષથી બદતર જિદજી જીવે છે તેમની જિદગીઓમાં નવો પ્રકાશ રેલાશે.
રણ સરોવર અસ્તિત્વમાં આવવાથી ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ નો ખુબજ બહોળો વિકાસ થશે અને રોજી રોટીના દ્વાર પણ ખૂલી જશે, મત્સ્ય ઉધ્યોગ, વિદેશી પર્યટકો, ડેરી ઉધ્યોગ ઓલીવની ખેતી સોલર હબ અને વિન્ડ પ્રોજેકટ પણ અહીં વધુ પ્રમાણમાં ખીલશે. કચ્છના રણમાં જ જોવા મળતા ફ્લેમીંગો ના ઝુંડ રણ સરોવર બનતા બારેમાસ પોતાનું વતન બનાવી લેશે. ઘૂડખર જે વિશ્વમાં ફક્ત કચ્છના રણમાં જ જોવા મળે છે તેમની સમસ્યાઓનો પણ અંત આવી જશે જળ હોય ત્યાં જિંદગીઓ હોય તે અનુસાર આપણે વિદેશી હુંડીયામણ મેળવી શકીશું અને આપણું ઠંડીયામણ બચાવી શકીશું.
ઓરેવા ગ્રુપ ના ડાયરેકટર શ્રી જયશુખભાઇ પટેલના આ ડીમ પ્રોજેકટને સાકાર કરવા ગ્રીનપ્લેનેટ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને રૂબરૂમાં વિસ્તૃત રીતે સમજાવશે. રણ સરોવરની શક્યતાઓ તપાસવા સંસ્થાની ટીમ કચ્છની મુલાકાતે જશે. સેમીનારમાં નગરપાલિકાના પ્રમુખશ્રી ઉર્વશીબેન પટેલ છાત્રાલ જી.આઇ.ડી.સી.ના પ્રમુખ શ્રી મેશભાઈ પટેલ અને સંસ્થાના સભ્યોએ સચીટ માહિતી પૂરી પાડી હતી.