કલોલ વિશે

Share On

કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા કલોલ તાલુકાનું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. કલોલ નગરપાલિકાની સ્થાપના ૧૧ જાન્યુઆરી, ૧૯૧૧ ના રોજ થઇ હતી.

વસ્તી

ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કલોલની વસ્તી ૧,૩૪,૪૨૬ છે. પુરુષ સાક્ષરતા દર ૬૬.૭૧%, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૨.૯૨% છે. કલોલમાં ૧૩% વસ્તી ૬ વર્ષથી ઓછી વયની છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં પુરુષોની વસતી ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. કલોલનો સરેરાશ સાક્ષરતા દર ૬૮% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધારે છે.

સ્થાન

કલોલ મુખ્ય રેલવે લાઈન પર આવેલું છે કે જે અમદાવાદને જયપુર, મારવાડ જંક્શન, આબુ રોડ, દિલ્હી અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યો સાથે જોડે છે. ગુજરાતના તમામ મોટા શહેરોને સાંકળતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની બસો અહીંથી ઉપલબ્ધ છે. કલોલની નજીકનું એરપોર્ટ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે ૩૫ કિમી દૂર છે. આબુ-અંબાજી ને અમદાવાદ સાથે જોડતો હાઇવે પણ કલોલ શહેર પાસેથી પસાર થાય છે.

જોવાલાયક સ્થળો

પ્રખ્યાત અડાલજની વાવ કલોલથી અમદાવાદ જતાં માર્ગ પર ૧૮ કિમી દૂર આવેલી છે.

વિસ્તારો

કલોલ શહેરનાં મુખ્ય વિસ્તારોમાં બારોટવાસ, સરદાર બગીચો, ગાયોનો ટેકરો, ટાવર ચોક, પાંચહાટડી બજાર, ઘાંચીવાડ, મટવાકુવા, આયોજન નગર, પુર્વ વિસ્તાર, પંચવટી વગેરેનો સમાવેશ થાય છે.

કલોલ એક મહત્વનું મથક હોવાથી ખરીદી માટે આજુબાજુનાં ગામડાનાં હજારો લોકો ખરીદી કરવા માટે આવતા. હાલ સમય મુજબ નવજીવન રોડ, સ્ટેશન રોડ, વેપારજીન, પાલિકા બજારમાં વેપાર ધંધા વિકસ્યા છે.
કલોલ શહેરમાં સૌથી પહેલાં બજાર જુના ચોરા અને પાંચ હાટડી વિસ્તારમાં શરુ થયું. કાળક્રમે વિકાસ થઈને બજાર અન્ય વિસ્તારોમાં પણ ફેલાયું. સોનાચાંદી,વાસણનું મુખ્યબજાર ઉપરાંત કાપડ કરીયાણું કટલરીનું બજાર પણ પાંચ હાટડી અને જુના ચોરામાં હતું. આજે પણ સોના ચાંદીના દાગીના માટે પાંચ હાટડી બજારમાં લોકો ઉમટી પડે છે.

કલોલના સચોટ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કલોલ સમાચાર ને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરી લાઈક કરો