બાળ-મજુરીએ વર્તમાન સમાજનું કલંક છે. આજે આપણે બાળમજુરીના કલંકને દૂર કરવા ખૂબ વધારે પ્રયત્ન કરવા પડે તેમ છે, કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈપણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે.
બાળમજૂરો હોવાની બાતમી
કલોલની સિંદબાદ હોટેલ અને રવેચી ટી અને ગાંઠિયામાં બાળમજૂરો હોવાની બાતમી મળી હતી. આ બાદ જિલ્લા કલેક્ટરનાં વડપણ હેઠળની ટાસ્ફ ફોર્સ દ્વારા કલોલ શહેરમાંથી બે બાળ મજૂરો મળી આવવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટાર્કે 28 જુલાઈએ ટાસ્ક ફોર્સે રેડ કરતાં કલોલની સિંદબાદ હોટેલ અને રવેચી ટી સ્ટોલ ખાતે બાળ મજૂરો મળી આવ્યા હતા.
સિંદબાદ હોટેલના કમરઅલી હબીબભાઈ કડીવાલ અને રવેચી ભજીયા તથા ગાંઠીયા હાઉસ અને ટી સ્ટોલના માલિક જીવનભાઈ રબારી (રહે.કલોલ) સામે ગુનો નોંધાયો હતો.શ્રમ અધિકારીએ સિંદબાદ હોટેલ અને રવેચી ટી સ્ટોલના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
બાળમજૂરી નીચેના કાયદાઓ હેઠળ પ્રતિબંધિત છે
(૧) બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬
(૨) કારખાના અધિનિયમ ૧૯૪૮ની કલમ ૬૭
(૩) મોટર ટ્રાન્સપોર્ટ કામદાર અધિનિયમ, ૧૯૬૧ ની કલમ – ૨૧
(૪) બીડી અને સિગાર કામદાર (રોજગારી શરતો) અધિનિયમ, ૧૯૬૬ ની કલમ – ૨૪
(૫) ઈન્ડીયન પીનલ કોડની કલમો ૩૭૦ અને ૩૭૪ અન્વયે
(૬) જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦ ની કલમ – ૨૩, ૨૪ અને ૨૬
Video:પત્રકારે બેહુદુ-અસભ્ય વર્તન કર્યું, કલોલ ચીફ ઓફિસરનો મોટો દાવો