BSF ની તપાસ ચાલુ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે ગુજરાતના કચ્છમાં પાકિસ્તાનની બે બોટ જપ્ત કરી છે. જો કે, હજુ સુધી આ ફિશિંગ બોટોમાંથી કોઈપણ પ્રકારની સામગ્રી મળી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. સરહદ પારથી માછીમારો સામે આવ્યા બાદ BSFએ પણ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
ગુરુવારે બપોરે કોમન એરિયા ‘હરામી નાલા’માં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની ઘૂસણખોરીની જાણ થઈ હતી. ડીઆઈજી બીએસએફ ભુજે તરત જ લગભગ 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જી.એસ. મલિક, આઈપીએસ, આઈજી BSF ગુજરાત ફ્રન્ટિયર વહેલી સવારે ગાંધીનગરથી કચ્છ પહોંચી ગયા છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
BSFએ અત્યાર સુધીમાં 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી છે. ઉપરાંત, કમાન્ડોના ત્રણ જૂથોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ત્રણ અલગ-અલગ દિશામાંથી મોકલવામાં આવ્યા છે, જ્યાં પાકિસ્તાનીઓ છુપાયેલા છે. ખૂબ જ ગીચ પ્રદેશ, મેન્ગ્રોવ્સ અને ભરતીનું પાણી સૈનિકો માટે પડકારરૂપ છે. ઓપરેશન ચાલુ છે.
કલોલમાંથી આ તારીખે રાત્રી કરફ્યુ હટશે, કેટલા વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે