કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ,  પોલીસે શોધખોળ શરૂ કરી

કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ, પોલીસે શોધખોળ શરૂ કરી

Share On

ગઈકાલે બ્યુટી પાર્લર જવાનું કહીં નીકળેલી યુવતી આજ દિન સુધી ઘરે ન આવતા પરિવાર ચિંતાતુર……

કલોલમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો દ્વારા યુવતી ને શોધવા માટે રાત દિવસ એક કરવામાં આવ્યા હતા. તેમ છતાં યુવતી ની કોઈ પણ ભાળ ન મળતા છેવટે પરિવાર દ્વારા કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં યુવતી ના ગુમ થયા ની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના બોરીસના રોડ પાસે આવેલ મહર્ષિ પાર્ક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય બીનલબેન પ્રવીણભાઈ પંચાલ ગઈકાલે સાંજે 4:00 વાગે બ્યુટી પાર્લર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.સમય વધુ થઈ ગયો હોવા છતાં પણ બીનલ ઘરે પરત ન આવતા પરિવાર ચિંતાતુર થયો હતો. અને યુવતી ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ યુવતી ના મિત્રો ને ફોન કરી ને યુવતી તેમના ઘરે આવી છે કે નહિ તેની તપાસ કરવામાં આવી હતી.

ત્યાં પણ બિનલ વિશે કોઈ માહિતી મળી ન હતી.ગઇકાલ ની ગયેલી બિનલ આજ દિન સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો એ કલોલ શહેર પોલીસ સ્ટેશન માં બીનલના ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

બ્યુટી પાર્લર જવાનું કહીને ઘરેથી નીકળેલી બિનલ ગઈકાલથી લઈને આજ દિન સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ બિનલ ને શોધવા માટે પોલીસ નો સંપર્ક કરવા માં આવ્યો હતો. જેથી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હેડ કોન્સ્ટેબલ હામભાઈ એ વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર