
મોખાસણ : ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી
કલોલમાં આવેલ મોખાસણ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર સામાજિક કામે બહાર ગયો હોવાથી મોકાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આશરે 2.65 લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઘટનાની વિગત અનુસાર અરવિંદભાઈ બળદેવભાઈ સોલંકી મોકાસણ માં તેમના પરિવાર સાથે રહે છે અને છેલ્લા વીશેક વર્ષથી અમદાવાદ મ્યુનિસિપાલટી અસારવા ગામ માં સફાઈ કામદાર તરીકે નોકરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. 20 તારીખના રોજ સાંજે પાંચ વાગ્યે તેઓ અમદાવાદ ગયા હતા અને 26 તારીખની આસપાસ તેઓ ઘરે પરત આવ્યા હતા. આ બાદ ઘરની સાફ-સફાઈ કરી ઘરના મુખ્ય દરવાજાને લોક મારી ફરીથી પરત જતા રહેલ.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
જોકે 27 તારીખે સવારે છ વાગ્યાની આસપાસ તેમના કુટુંબી કાકા લાલભાઈ ડાયાભાઈએ ફોન કરીને જણાવેલ કે તમારા મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલ છે અને ઘરની અંદર સામાન બધો વેર વિખેર પડેલ છે. જેથી તેઓ પરત ગામમાં આવ્યા હતા.

તેમના ઘરના દરવાજો તૂટી ગયેલ હાલતમાં હતો અને અંદર તપાસ કરતા જોયું તો તિજોરીના બંને દરવાજા ખુલ્લા હતા અને બધો સામાન બહાર વેર વિખેર પડયો હતો અને તિજોરીમાં મુકેલા તેમના તથા તેમની પત્નીના સોનાના દાગીના ચોરાયેલ હતા. આ ઘરેણાંની કુલ કિંમત આશરે 2.65 લાખ જેટ્લી થાય છે. જેને લઈને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.