કલોલ પોલીસના 2 કોન્સ્ટેબલને મળી બાતમી અને મોબાઈલ ચોર પકડાયો
Story By Prashant Leuva
કલોલ સિટી પોલીસના કોન્ટેબલ હરેશસિંહ અને ચેતનસિંહને એક બાતમી મળે છે અને તેના આધારે મોબાઈલ ચોરને ઝડપી લેવામાં આવ્યો છે. કલોલના રાજધાની ટેનામેન્ટ પાછળ આવેલ કાચા છાપરામાં રહેતો મૂળ હિંમતનગરનો વિપુલ સતિષભાઈ અવારનવાર લોકોના મોબાઇલની ચોરી કરતો હતો જેને પગલે તેના વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
કલોલ શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે કોન્સ્ટેબલને મોબાઇલ ચોર વિપુલની બાતમી મળી હતી કે તે કલોલના સિંદબાદ બ્રિજ પાસે ઊભેલો છે જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી જઈને વિપુલને ઝડપી લીધો હતો વિપુલ પાસેથી વીવો કંપનીના ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા.
પોલીસે વિપુલ પાસેથી 32 હજારના ત્રણ મોબાઇલ કબજે કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી. જો કે તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો તેમજ ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારબાદ કલોલ પોલીસે યુક્તિ પ્રયુક્તિ lથી પૂછપરછ કરતાં આ ત્રણેય મોબાઈલ કલોલ શહેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
આ મોબાઈલ ચોર વિરુદ્ધ હિંમતનગર, અડાલજ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કુલ છ જેટલા ગુના દાખલ થયા છે.
બીજી તરફ અડાલજ પોલીસે બાતમીના આધારે ઝુંડાલ બ્રિજ નજીક ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. ગાડીમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે શખ્સો મહેશ દેવારામ બિશ્નોઇ અને ક્રિષ્ણારામ હુક્મારામ બિશ્નોઇ મળી આવ્યા હતા. ગાડી તલાશી લેતા રૂ. 2.60 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.