2 કરોડની લૂંટ કરનારા પકડાયા
છત્રાલમાં 2 કરોડની ચકચારી લૂંટમાં પોલીસે ગુનેગારો ને પકડી લીધા છે. જેમાંથી એક વ્યક્તિ તો રૂપિયા વાપરી વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. લૂંટને અંજામ આપ્યા પછી બે મુખ્ય સૂત્રધાર પૈકીના એક આરોપી 40 લાખ પુત્રને આપી વિદેશ ભાગી ગયો. જ્યારે લૂંટનાં પૈસાથી પુત્રએ દેવું ચૂકતે કરીને બેંકમાંથી દાગીના છોડાવી એલઆઈસીના બાકી પ્રિમિયમ પણ ભરી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ વસંત કરમણભાઇ ચૌધરી (રહે. હાલ કડી દેત્રોજ રોડ ફલઇટ નં-9 હેરીટેજ પ્લાઝા, ત્રીજો માળ તા.કડી જિ. મહેસાણા મુળ રહે જાવંત્રીગામ પટેલવાસ તા.રાધનપુર જિ. પાટણ), રાજુ હીરાભાઇ ઠાકોર( રહે. ડઢાણા હરીપુરા માંડલ જિ. અમદાવાદ ગ્રામ્ય), અનિલ શંકરલાલ ભગોરા (રહે. કડીયાનાકા ખેરવાડા ડુંગરપુર રાજસ્થાન), સંજય બંસીલાલ નિનામા (રહે. કડીયાનાકા ખેરવાડા ડુંગરપુર રાજસ્થાન) અને સૌરવ ગૌતમભાઇ પટેલ (રહે. ઓઢવ ગામ પટેલવાસ તા. દેત્રોજ જિ. અમદાવાદ)ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

1 thought on “છત્રાલમાં 2 કરોડની લૂંટ કરનારા પકડાયા, એક રૂપિયા વાપરી વિદેશ ભેગો”