જીજ્ઞેશ મેવાણી સહીત 20 આંદોલનકારીઓને 6 માસની જેલ
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મહેસાણા બાદ હવે અમદાવાદના કાર્યક્રમને લઈને 6 માસની જેલની સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 21 દ્વારા સજા ફટકારાઇ છે.
વર્ષ 2016માં યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકર નું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં 6 માસ ઉપરાંત દંડની સજા કરવામાં આવી હતી. જોકે હવે તા. 17.10.2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ સારું સજા પર સ્ટે મુકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મહેસાણા કોર્ટે કેમ જીજ્ઞેશ મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો, જાણો