કલોલના એજન્ટ જીતુ પટેલે અમેરિકા મોકલેલા 50 ગુજરાતીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ

કલોલના એજન્ટ જીતુ પટેલે અમેરિકા મોકલેલા 50 ગુજરાતીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ

Share On

કલોલના એજન્ટ જીતુ પટેલે અમેરિકા મોકલેલા 50 ગુજરાતીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ

કલોલના જીતુ પટેલ નામના એજન્ટની CBIએ ધરપકડ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાનું ફેમિલી કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ ગયું હતું તેને ભારત પરત મોકલાયું છે. આ પરિવારે તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું મોકલવાની ગોઠવણ કલોલના જીતુ પટેલ નામના એજન્ટ કરી આપી હોવાનું જણાવ્યું હતું જેને પગલે સીબીઆઇએ જીતુ પટેલને ઉઠાવી લીધો હતો.

આ સમગ્ર ઘટનામાં જાણકારી મળી છે કે જીતુ પટેલ નામના એજન્ટે ગુજરાતના 50થી વધુ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા છે. જીતુ પટેલે પોતાના નેટવર્ક મારફતે આ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાની ગોઠવણ કરી આપી હતી.જીતુ પટેલની પૂછપરછમાં ગેરકાયદે અમેરિકા ગયેલા લોકોના નામ આવી શકે તેમ છે અને જો તેમના નામ આવશે તો અમેરિકી સત્તાવાળાઓ દ્વારા આ 50 લોકોને પણ ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી છે. અમેરિકા દ્વારા હજારો ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાએ ચાર વખત લશ્કરી વિમાનોમાં ભારતીયોને પરત મોકલ્યા હતા. હવે કલોલનો વધુ એક એજન્ટ પકડાતા તેના દ્વારા અમેરિકા ગયેલા લોકોમાં ડિપોર્ટેશન ખતરો ઉભો થયો છે.

કલોલ સમાચાર