કલોલના ડાભલામાંથી 6 જુગારીઓ ઝડપાયા
કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ડાભલા બસ સ્ટેન્ડ પાછળથી જુગાર રમતા 6 જુગારીઓ ઝડપી લીધા.પોલીસે પાંચ મોબાઈલ અને ૩૨,૫૫૦ રૂપિયા રોકડ સાથે કુલ ૫૭,૫૫૦ રૂપિયાનો મુદ્રામાલ જપ્ત કર્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે ડાભલા બસ સ્ટેશન પાછળ કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમે છે.જેથી પોલીસે રેડ પાડી હતી.પોલીસે રેડ કરીને સેંધાજી ઉઠે મલાજી ઠાકોર,જુગાજી જવાનજી ઠાકોર,મહેશજી ઉફે,કાળુ દશરથજી ઠાકોર,ચંદ્રજી ઈશાજી ઠાકોર,રણજીતજી પ્રતાપજી ઠાકોર,માનીષજી દિનેશજી ઠાકોર ને ઝડપી લઈને ૫૭,૫૫૦ રૂપિયા જપ્ત કર્યા હતા.