કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 63 વાહનોની હરાજી કરાઈ

કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 63 વાહનોની હરાજી કરાઈ

Share On

કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 63 વાહનોની હરાજી કરાઈ

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે વાહનોની હરાજી યોજાઈ હતી. પોલીસ સ્ટેશનમાં કુલ 63 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાંથી પોલીસ તંત્રને 5.71 લાખ રૂપિયાની આવક થઈ હતી.

કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષોથી વાહનો પડી રહ્યા હતા. પોલીસે કબજે કરેલા કુલ 63 વાહનોની અપસેટ કિંમત 2,81,900 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં 2,82,000 રૂપિયાથી હરાજીની શરૂઆત કરવામાં આવી હતી જે છેલ્લે 5.71 લાખ રૂપિયા સુધી પહોંચી હતી. પોલીસે વર્ષોથી પડી રહેલ 63 વાહનોના કાફલાનો શાંતિપૂર્ણ હરાજીથી નિકાલ કર્યો હતો.

કલોલ સમાચાર