ચેતજો ! ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો

ચેતજો ! ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો

Share On

ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો

કોરોના વાયરસે ફરી એનું પોત પ્રકાશ્યું છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લામાં સાત કેસ સામે આવ્યા છે તો કલોલ વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. મુંબઈથી ચાર દિવસ બાદ કુડાસણ પરત આવેલ મહિલાને કોરોના સંક્રમણ થયું છે, બીજી તરફ રાંચી અને દહેરાદુનથી આવેલ એક-એક યુવાનને COVID થયો છે.

 

કલોલમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. કલોલમાં 21 વર્ષીય યુવાન COVID માં સપડાયો છે. વધુમાં અડાલજની એક મહિલાને પણ કોરોના થયો છે. કોરોનાના વધી રહેલ Case જોતા માસ્ક પહેરવાની અપીલ પણ થઇ રહી છે. આ ઉપરતા વેક્સીન લેવા માટે પણ નાગરિકોને અપીલ કરાઈ રહી છે.

કલોલમાં સફાઈ  કર્મીએ મહિલાની ડિલિવરી કરતા નવજાત બાળકનું મોત 

દેશમાં છેલ્લા 24 કલાકમાં COVID વાયરસના નવા 12,781  નોંધાયા છે. જ્યારે 18 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં 8,537 લોકોએ કોરોનાને માત પણ આપી છે. હાલ દેશમાં 76,700 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 4.32% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં  રસીના 1,96,18,66,707 ડોઝ અપાયા છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર ગુજરાત સમાચાર