કલોલ તાલુકામાં 8 શિક્ષક ગેરહાજર,બે શિક્ષકોએ રાજીનામું આપ્યું

કલોલ તાલુકામાં 8 શિક્ષક ગેરહાજર,બે શિક્ષકોએ રાજીનામું આપ્યું

Share On

કલોલ તાલુકામાં 8 શિક્ષક ગેરહાજર,બે શિક્ષકોએ રાજીનામું આપ્યું

 

કલોલ : બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષિકાની હાજરી પૂરાતી હતી પરંતુ તેઓ અમેરિકામાં સ્થાયી થઈને નિયમિત રૂપે પગાર લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને પગલે ગુજરાત સરકારની આબરૂનું સદંતર રીતે ધોવાણ થયું છે. ચિરનિંદ્રામાંથી જાગેલી સરકાર દ્વારા હવે રાજ્યમાં તમામ શાળાઓમાં તપાસ કરીને આવા શિક્ષકો શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કલોલમાં પણ આઠ શિક્ષકો ગેરહાજર હોવાની માહિતી સૂત્રોએ આપી છે.

આ ગેરહાજર શિક્ષકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.કલોલનાં આનંદપુરા,બાલવા,વાગોસણા,રામનગર,ખાત્રજ,ઉનાલી,વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષકોનો ગેરહાજરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 

બીજી તરફ શિક્ષણાધિકારીની કચેરીમાંથી આવા શિક્ષકોને નોટિસ મોકલવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલનાં બે શિક્ષકોએ રાજીનામું પણ આપી દીધું છે ત્યારે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

 

કલોલ સમાચાર