રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં સોમવારે 126 જેટલા કેસ નોંધાયા બાદ મંગળવારે 88 જેટલા કેસ મળી આવ્યા છે. આસ ઉપરાંત 14 લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વિગતો અનુસાર 30 જેટલી ટીમ બનાવીને ઘરે ઘરે ફરીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
દૂષિત પાણીથી તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર અને દીવડા તળાવ રહેણાક વસાહતમાં મંગળવારે વધુ 88 કેસ નોંધાતાં 2 દિવસમાં ઝાડા-ઊલટીના 214 કેસ થયા છે.
કલોલના પૂર્વમાં રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા માટે કલોલ તાલુકા આરોગ્ય ટીમ ઉપરાંત જિલ્લા આરોગ્ય, માણસા અને દહેગામના આરોગ્ય કર્મચારીઓની પણ મદદ લેવાઈ છે. ગાંધીનગર આરોગ્ય કચેરી તરફથી પાલિકાને સુપર કલોરીનેશનના આદેશ આપવામાં આવ્યા છે.
કલોલ નગરપાલિકા દ્વારા માણસા ઓવરબ્રિજ નીચે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. ઓવરબ્રિજ નીચે લીકેજ હોવાની સંભાવનાને પગલે હાલ ત્યાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ 9 માસનું બાળક મૃત્યુ પામ્યું હતું તેના પિતા અને અઢી વર્ષની બેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ ઘણા સમયથી પ્રદુષિત પાણીની અંગે ફરિયાદો કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નહોતો જેથી રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલમાં ઝાડા ઉલ્ટીના 120થી વધુ કેસ, એક બાળકનું મોત થતા ફફડાટ