
કલોલમાં 9 માસની બાળકીને કોરોના
કલોલમાં કોરોના વકર્યો છે. શહેર અને તાલુકામાં મળીને કુલ 25 કેસો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. કલોલના બોરીસણામાં એક 9 માસની બાળકીને કોરોના થતા લોકોમાં ભયનું વાતાવરણ પણ પેદા થયું છે.જાસપુર અદાણી શાંતિગ્રામમાં 3, બોરીસણામાં 6 તેમજ કલોલ શહેરમાં 10 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત બે વર્ષનો બાળક પણ કોરોના સંક્રમિત થયો છે.
આ અંગે મળતી પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લામાં કુલ 195 જેટલા કેસ નોંધાયા છે જયારે કલોલમાં 25 કેસ નોંધાયા છે. કલોલમાં કેસો વધુ હોવા છતાં ઓછા ટેસ્ટિંગની ફરિયાદો આવતા મંત્રી હર્ષ સંઘવીએ ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી છે.

બીજી તરફ ગાંધીનગરમાં ત્રીજો ડોઝ આપવાના પહેલા દિવસે 5673 લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં શહેરી વિસ્તારમાંથી 1475 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 4198 લાભાર્થીને ત્રીજો ડોઝ આપ્યો છે. કોરોનાની મહામારીને પગલે સમગ્ર રાજ્યમાં સોમવારથી રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જિલ્લામાં સોમવારે 7731 લાભાર્થીને રસી અપાઈ હતી, તેમાં 15થી 18 વર્ષનાં 1257 બાળક ઉપરાંત અન્ય વયજૂથના 6474 લાભાર્થીને રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ અપાયો હતો.




2 thoughts on “કલોલમાં 9 માસની બાળકીને કોરોના,એક દિવસમાં કુલ 25 કેસ નોંધાયા”