Live : ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ડીંગુચામાં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી 

Live : ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ડીંગુચામાં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી 

Share On

Live :  બળદેવજી ઠાકોરે ડીંગુચામાં સાંત્વના પાઠવી

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે ડીંગુચામાં મૃતકોના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડા બોર્ડર પર બરફના તોફાનમાં થીજી જવાને કારણે કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના દુઃખદ મોતની ઘટના હૃદય કંપાવી નાખે તેવી છે. ત્યારે ડિંગુચા ગામે વસતા મૃતકોના પરિવારજનોની માણસાના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી અને શક્ય તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.

કેનેડા-યુએસ બોર્ડર પર -35 ડિગ્રીથી વધુ ઠંડીના કારણે મૃત્યુના કિસ્સામાં કેનેડા સરકાર દ્વારા ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.  જેમની ઓળખ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામમાં રહેતા લોકો તરીકે કરવામાં આવી છે.

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો

આ લોકો 12 જાન્યુઆરીએ કેનેડા જવા રવાના થયા હતા. આ લોકોના મોત બાદ ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તે એજન્ટ કોણ હતો? આ તમામ લોકોના કેનેડાના વિઝા કોને મળ્યા હતા અને તે વિઝા સાચા હતા કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કેનેડાની મનીટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસમાં 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલી બેન (37) અને તેમની પુત્રી વિહાંગી પટેલ (11) વર્ષનો જ્યારે પુત્ર ધાર્મિક પટેલ (3)નો સમાવેશ થાય છે.આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સમગ્ર ગામ સામુહિક બંધ પાળી રહ્યું છે.

આજે ડીંગુચા બંધ : અંતિમસંસ્કાર કેમ અહીં નહીં કરાય,વાંચો

કલોલ સમાચાર