ગેરકાયદે ઔધોગિક કચરો-પ્રદુષિત પાણી છોડતી છત્રાલ-કલોલ-ખાત્રજની કંપનીઓ પર તવાઈ બોલાવો 

ગેરકાયદે ઔધોગિક કચરો-પ્રદુષિત પાણી છોડતી છત્રાલ-કલોલ-ખાત્રજની કંપનીઓ પર તવાઈ બોલાવો 

Share On

પ્રદુષિત પાણી છોડતી કંપનીઓ પર તવાઈ બોલાવો

કલોલ અને તેની આસપાસ અન્ય બે મોટી જીઆઈડીસીઓ આવેલ છે. અહીં અનેક કંપનીઓના પ્લાન્ટ આવેલ છે ત્યારે ઔધોગિક કચરો અને પ્રદુષિત પાણી મોટું જોખમ ઉભું કરી શકે છે. આ સંજોગોમાં કલોલ,છત્રાલ અને ખાત્રજમાં આવેલ જીઆઈડીસીની કંપનીઓ પર પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તવાઈ બોલાવીને આ લોકો કચરો ક્યાં ફેંકે છે તેની તપાસ કરવી જરૂરી બની છે.

જાહેર આરોગ્યને લઈને ગુજરાત સરકાર ગંભીર છે ત્યારે આવા એકમો અન્ય છટકબારીઓનો લાભ લઈને ગમે ત્યાં ગમે તેના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડી દેતા હોય છે જેથી પાકોને પણ નુકશાન થાય છે જમીન પણ પ્રદુષિત થઇ રહી છે. આ જમીનો પર ભવિષ્યમાં કોઈ પાક લઇ શકાતો નથી. વધુમાં માણસોને પણ ગંભીર નુકશાન થઇ શકે છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કંપનીઓના કારણે આ વિસ્તારમાં  ઘણો આર્થિક વિકાસ થયો છે, પરંતુ સાથે સાથે પર્યાવરણને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કલોલ છત્રાલ,ખાત્રજ તેમજ રાજપુરમાં  કંપનીઓના કારણે પાણી અને વાયુ પ્રદુષણની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. કંપનીઓએ પોતાના પ્લાન્ટમાં વપરાતું પાણી યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા બાદ તેનો નિકલા કરવાનો હોય છે પરંતુ હાલ પોતાની મનમાની ચલાવીને બહાર ખુલ્લામાં અથવા ખેતરોમાં પાણી છોડીને આબોહવા બગાડી રહી છે. જાહેર આરોગ્ય જોખમાય તે અગાઉ આ સમસ્યાનો નિકાલ લાવવો જરૂરી બન્યો છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

 

કલોલ સમાચાર