કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો

Share On

હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા

કલોલમાં વર્ધમાન નગર એરીયા તથા શ્રીનગર સોસાયટી તથા આશા સોસાયટી વિસ્તાર ના સંપૂર્ણ એરીયા માં આવેલ તમામ હોસ્પિટલો આશરે ૪૦ થી ૫૦ આવેલ છે. તેઓ એ કોઇપણ પ્રકાર ના નીતિ નિયમ વિરુદ્ધ બાંધકામ તથા કોઇપણ પ્રકાર ની પાર્કિંગ તેમજ અન્ય કોઈ સુવિધાઓ નું ખ્યાલ રાખેલ નથી. તેમજ કોઇપણ હોસ્પિટલ માં સિક્યુરીટી તથા સરકાર માન્ય ફાયર સેફટી ની પણ મંજૂરી નથી.

લોકોએ કહ્યુ હતુ કે હમણાં જ એક ડોક્ટર દ્વારા વર્ધમાન નગર સોસાયટી માં કોઇપણ સભ્યની પરમીશન લીધા વગર તેમજ પાડોશી ઓનો વિરોધ હોવા છતાં કોઈને પણ જાણ કર્યા વગર તેઓ દ્વારા વર્ધમાન નગર સોસાયટી ના પ્લોટ નંબર ૧૪૦ માં ઔડા તેમજ ઓ.એન.જી.સી. ધ્વારા સર્વે કરવા આવેલ. જેથી માલુમ થાય છે કે તેઓ દ્વારા આ પ્લોટ ઉપર પણ હોસ્પિટલ બનવાની તૈયારી ચાલી રહી છે.

 હવે આ રહેણાક વિસ્તાર માં જો આમજ હોસ્પિટલો બનતી રહેશે તો અહીંયાના રહેવાસીઓ જશે ક્યાં ? અને હોસ્પિટલો દ્વરા થતી પારાવાર મુશ્કેલી ઓ સહન કોને કરવાની ? ડોકટરો તો રૂપિયા કમાશે અને તકલીફો સોસાયટીના સભ્યોને જ ભોગવવાની ? નગરપાલિકા તેમજ ઔડા દ્વારા શું પૈસા ખાઈને પરમિશનો આપવામાં આવી રહી છે. ? કેન્દ્ર સરકાર કોરોના પ્રત્યે ખુબજ લાગણીશીલ છે ત્યારે આવા રહેણાક વિસ્તાર માં નવીન હોસ્પિટલ બનવાની મંજુરી કેવીરીતે આપી શકો ?

આ વિસ્તારમાં  એકપણ હોસ્પિટલ માં પોતાનો સ્વતંત્ર બોર નથી તેમજ પોતાનું સ્વતંત્ર માલિકી નું પાર્કિંગ પણ નથી. પ્રથમ સમસ્યાજણાવીએ તો આ હોસ્પિટલો માં ઓછામાં ઓછી ૧૦ અને વધુમાં ૧૫ થી પણ વધુ બેડ વાળી હોસ્પિટલો આવેલ છે. ૬૦૦ વાર ના પ્લોટ માં જ્યાં મકાનો હતા ત્યાં અત્યારે આટલી મોટી હોસ્પિટલો શરુ થયેલ છે.
અને તેઓનો પાણી નો વપરાશ એટલો વધેલો છે કે જેના કારણે અમારા ફલેટોના તથા સોસાયટી ઓના રહેવાસી ઓ માટે પણ પુરતું નગરપાલિકા નું પાણી મળતું નથી. તથા હોસ્પિટલો દ્વારા અડધી રાત્રે ગેરકાદેસર મોટા મોટા પાણી ના કનેક્શન કરવામાં આવેલ છે. તેના કારણે અમારા વિસ્તાર માં જે પાણી આવે છે તે પણ અત્યારે મોટરો મુકીને પાણી ખેંચવાની જરૂર પડે છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
 આ હોસ્પિટલો માં પાણી નો બેફામ ઉપયોગ થાય છે. રહેણાક વિસ્તાર માં હોસ્પિટલો શરુ થવાથી હોસ્પિટલ ના માલિકો ને તો મજા મજા આવી ગઈ છે. અને રહેણાક વિસ્તારના નાગરીકો ત્રાહિમામ થયેલ છે. શરૂવાત માં ઓછી હોસ્પિટલો હોવાના કારણે મુશ્કેલી ઓછી પડતી હતી. પરંતુ હવે તો પાણી સમસ્યા એ હદ વટાવી દીધેલ છે. અને હોસ્પિટલો દિન પ્રતિદિન વધતી જ જાય છે.
તમામ હોસ્પિટલો જોવા જાઓ તો માલુમ થશે કે હોસ્પિટલ માલિકો એ પોતાના હોસ્પિટલ માં ૧૫ થી ૨૦ બેડ મુક્યા છે પૈસા કમાવવા માટે. પરંતુ એ હોસ્પિટલ ની બહાર ૧૫ બાઈક પણ મૂકી શકાય એટલું પાર્કિંગ નથી. ટ્રાફિક ની સમસ્યા એટલી હદે વધી ગયેલ છે કે જેના કારણે અવાર નવાર ગાડી માલિકો તેમજ બાઈક ચાલકો સાથે રહેવાસી ઓને ઝગડા કરવા પડે છે અને તેનું ઘણીવાર ગંભીર સ્વરૂપ પણ થાય છે. જયારે અત્યારે તો લોકો ગાડીઓ લઈને આવે છે. તો આ ગાડીઓ નું પાર્કિંગ આપવું જે તે હોસ્પિટલ ના ડોક્ટર અથવા માલિકો એ વિચારવાનું છે. પરંતુ તેઓ પોતાની કમાણી માંથી ઉપર આવે તો આજુબાજુ ના પાડોશી ઓ માટે વિચારે તેવો આક્ષેપ નાગરીકોએ કર્યો છે.

કલોલ સમાચાર