પાનસરમાં એટ્રોસિટીની ફરિયાદ
કલોલ : કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાનસર ગામનાચાર વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.પાનસરમાં રહેતા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રભાઈ પેસેન્જર બેસાડીને પાનસરથી છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઈકને તેઓએ સાઈડ ના આપતા આરોપીઓએ હુમલો કરીને જાતિવિષયક ગાળો બોલી હતી. જેને કારણે આજે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બનાવની વિગતો મુજબ પાનસરના રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમે પાનસરથી છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઇકને સાઇડ ના આપતા આ બાઇક ઉપર બેસેલ બે ઇસમો પૈકી બાઇકની પાછળની સીટમાં બેસેલ ઇસમ અમારા પાનસર ગામના કડવાજી ઠાકોર અને બાઇક ચાલક ઇસમ બંન્ને જણા અમોને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા.
જેથી તેઓએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ વધુ ગાળો બોલી જાતી વિષયક અપમાનીત શબ્દો બોલવા લાગેલા જેથી રાજેન્દ્રભાઈ છત્રાલ થી પેસેન્જર મુકી પરત પાનસર બસ સ્ટેન્ડે આવેલા ત્યારે ગામના ઠાકોર વિક્રમ પહેલાદજી ઠાકોર તથા કડવાજી તથા કનુજી આવી ગયેલા અને રાજેન્દ્રભાઇને આ બધા જેમ ફાવે તેમ ગાળો બોલી જાતી વિષયક અપમાનીત શબ્દો બોલતા હતા અને આ વિક્રમજીએ તેમના હાથ માની પી.વી.સી ની પાઇપ ડાબા પગે મારેલી અને કડવા તથા કનુજીએ ગડદાપાટુ નો મુઢ માર મારેલ અને આ ઝઘડાનો હોબાળો થતા મહોલ્લાના અલ્પેશભાઇ ફુસાભાઇ પરમાર તથા કમલેશભાઇ ગીરધરભાઇ પરમાર આવી ગયેલા અને વધુમાર માથી છોડાવ્યા હતા.
આ ઉપરોક્ત માણસો જતા જતા કહેતા હતા કે આજે તો તું બચી ગયો છે પરંતુ ફરીથી મળશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી જતા રહેલ અને તેમના શરીરે ગડદાપાટુ નો મુઢ માર વાગેલ હોય જેથી ગામના વસંતભાઇ કાન્તીભાઇ પરમારે 108ને ફોન કરતા કલોલ સી,એચ,સી માં સારવાર સારૂ લાવેલ અને ત્યાં પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં રીફર કરેલ
કલોલના બોરીસણા રોડ પર ગેસ અને ગટરની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું
કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?