આજથી કલોલ કરફ્યુ મુક્ત, પણ આ શરતો પાળવી પડશે

આજથી કલોલ કરફ્યુ મુક્ત, પણ આ શરતો પાળવી પડશે

Share On

કલોલમાંથી આ તારીખે રાત્રી કરફ્યુ હટશે

કલોલમાં રાત્રી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જેથી હવે લોકો મુક્ત રીતે હરીફરી શકશે. જોકે વેપાર ધંધા 11 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલમાં આવતીકાલથી નાઈટ કરફ્યુ હટી જશે. હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. સરકારે નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.


લગ્ન પ્રસંગો ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

કલોલ રેલવે પૂર્વમાં 3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર 

કલોલના બોરીસણા રોડ પર ગેસ અને ગટરની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું 

કલોલ સમાચાર