કલોલમાં ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે

કલોલમાં ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે

Share On

 ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે

કલોલમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક સર્જાય છે તે ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. શહેરમાં આ રસ્તો સૌથી સાંકડો છતાં મહત્વનો હોવાથી ઘણો જ ટ્રાફિક સર્જાય છે. જેનો ઉકેલ લાવવા માટે રોડની આસપાસ રહેલ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ત્યાં રોડ પહોળો કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના અન્ય માર્ગો જેવા કે કોલેજ રોડ,વેપારી જિન વગેરે પર ડામર કામ કરીને તેનું સમારકામ કરવામાં આવશે. જેને કારણે વાહનચાલકોને સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમજ નાગરિકોની હાલાકીનો અંત આવશે.

 

પરીક્ષા પેપર ફૂટયા

ધો.૧૦-૧૨ની પ્રિલિમ પરીક્ષા ૧૦મીથી શરૃ  થઈ છે ત્યારે સ્કૂલ કક્ષાએ પ ેપરો તૈયાર કરી લેવામા આવતી આ પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના કેટલાક વિષયના પેપરો જવાબો સાથે યુટયુબ પર પરીક્ષા પહેલા જ અપલોડ થઈ ગયા હતા.કેટલીક સ્કૂલોએ શાળા વિકાસ સંકુલ મારફતે ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ-પ્રકાશન કંપની પાસેથી પેપરો તૈયાર કરાવ્યા છે ત્યારે આ સમગ્ર કેસમાં બોર્ડે તપાસની સૂચના આપી છે અને સાઈબર ક્રાઈમે તપાસ પણ શરૃ કરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?

કલોલ સમાચાર