બળદેવજી ઠાકોરે વડસરમાં ત્રણ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું 

બળદેવજી ઠાકોરે વડસરમાં ત્રણ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું 

Share On

બળદેવજી ઠાકોરે  રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું

કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા મતવિસ્તાર કલોલમાં પ્રત્યેક ગામના આંતરીક રસ્તાઓને પાકા ડામર વાળા રોડમાં પરિવર્તીત કરવાના સંકલ્પમાં એક પગલુ આગળ વધતા આપ સહુના સહકારથી વારંવાર રજુઆત કરીને આપણા કલોલ તાલુકાના વાંસજડા(ક) થી કારોલી ગામને જોડતો 4 કી.મી. લંબાઈ સાથે ડામરનો પાકો રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ₹268 લાખના ખર્ચે આ પાકો રોડ બનાવવાનું કામ ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે, તેમજ ઝડપથી તેનું સંપૂર્ણ કામ પૂર્ણ કરી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પડતી હાલાકીનો કાયમી અંત લવાશે.

વડસર થી એરફોર્સ રડાર રોડ,વડસરથી મોટી ભોયણ ગામ,વડસરથી સાલજીપરા ગામ સુધીના 3 નવા રોડ બનાવવાના કામનું આજે ડેલિગેટ શ્રી રશ્મીજી ઠાકોર, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યુ. ટુંક સમયમાં આ રોડનું કામ પૂર્ણ થતા ગામો વચ્ચેનો આંતરીક વાહન વ્હવહાર વધુ સુલભ બનશે.

 

ગુજરાત જાણે પોપાબાઈનું ખેતર હોય તેમ સુરત બાદ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અમરાપુર ગામે ધોળા દિવસે સગીર દિકરીનું ગળુ કાપવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેને લઈને બળદેવજી ઠાકોરે પીડિતાની મુલાકાત લીધી હતી. તેઓએ  ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ દિકરી અને તેના પરિજનોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ.સી.જે. ચાવડા અને અન્ય આગેવાનો સાથે મુલાકાત લીધી. તેમજ દિકરી અને પરિવારને ન્યાય અપાવવા માટે તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

બળદેવજી ઠાકોરે કલોલમાં બની રહેલ ઠાકોર ભુવનની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે  “ઠાકોર ભૂવન” ના નવિન મકાનનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને નવીન મકાન સમાજના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યક્રમો માટે અદ્યત્તન સુવિધાઓ સાથેના સ્થળની સાથે બાળકો અને યુવાનો માટે શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની રહે તે પળની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

 

એક ક્લિક કરી વાંચો કલોલ વિશેની એક્સક્લૂઝિવ માહિતી

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?

 

કલોલ સમાચાર