કલોલ કોલેરા રોગચાળા મામલે કોણે કલેકટરને દિલ્હી હાજર થવા નોટિસ ફટકારી ?

કલોલ કોલેરા રોગચાળા મામલે કોણે કલેકટરને દિલ્હી હાજર થવા નોટિસ ફટકારી ?

Share On

 કોલેરા રોગચાળા મામલે દિલ્હી હાજર થવા નોટિસ

કલોલમાં વર્ષ જુલાઈ-2021માં  ખુબ જ મોટા પ્રમાણમાં કોલેરા ફાટી નીકળવાની ઘટનામાં પાચ લોકોના મોત થયેલ હતા.આ ઘટના લોકોના આરોગ્યની જેના પર જવાબદારી છે તે સ્થાનિક કલોલ નગરપાલિકા અને આરોગ્ય વિભાગની લોકોના આરોગ્યના પ્રશ્ને જાણી જોઈને કરેલ બેદરકારીને લીધે ઉભી થવા પામી હતી અને જેમાં પાચ લોકોના મોત થયેલ હતા, લોકોએ પોતાનો રોષ વિરોધ કરી નોંધાવ્યો હતો, પણ અસરકારક પગલા લેવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહેતા પાચ મહામૂલી જિંદગી હોમાઈ ગઈ હતી.

 

કલોલ શહેરમાં લોકોના આરોગ્યના સવાલોમાં બેદરકારી અને લાપરવાહી દાખવાનાર તંત્રના લીધે નાગરિકોના બંધારણના આર્ટિકલ 21 મુજબ જીવન જીવવાના અધિકાર અને પમાનવ અધિકારોનો ભંગ થયો હોઈ જેથી આ બાબતે લોકોના આરોગ્યના રક્ષણ માટે અને માનવ અધિકારોના ભંગ બાબતે રાજ્ય સરકારને દિશા-નિર્દેશ આપવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં માનવ અધિકાર ભંગની પિટિશન અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી દ્વારા રાજ્યના આરોગ્ય સચિવ અને જિલ્લા કલેક્ટરશ્રી, ગાંધીનગર પાસે આ બાબતે એક મહિનામાં એક્શન ટેકાન રિપોર્ટ માંગવામાં આવેલ હતો ત્યાર બાદ રિમાન્ડર મોકલેલ પણ સ્થાનિક સતાતંત્ર દ્વારા અહેવાલ મોકલવામાં આવેલ ન હતો.આ બાબતે જવાબદાર ઉચ્ચ અધિકારીઓના અસહકાર ભર્યા વલણને આયોગે ખુબ જ ગંભીરતાથી લઇ રૂબરૂ રિપોર્ટ સાથે 28 એપ્રિલના રોજ 11:00 વાગે દિલ્હી ખાતે આયોગની ઓફિસે રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવેલ છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અત્રે યાદ રહે કે આયોગ પાસે કોર્ટનાં દીવાની અધિકારો છે અને એક દીવાની કોર્ટ છે. જો કોર્ટના આદેશનો કે નિર્દેશની અવગણના થતી હોય અને કોઈજ પ્રકારનો સહકાર આપવામાં આવતો ન હોય તો તમે અને હું કલ્પી શકીએ કે આમાં સામાન્ય ગરીબ અરજદારની સરકારી કામોમાં કેવી દશા થતી હશે.

જો આયોગના હુકમ કે નિર્દેશની અવગણના કરવામાં આવે તો આયોગ આઈ. પી. સી.176,177મુજબ જે તે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી પણ કરી શકે છે.આયોગે છેલ્લે નિર્દેશ આપેલ છે કે જો 21 એપ્રિલ સુધીમાં જો જવાબદાર અધિકારીઓ દ્વારા રિપોર્ટ મોકલી આપવામાં આવશે તો રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવશે.

કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી

આપણે કોઈની મહામૂલી જિંદગી તો પરત આપાવી શકાતા નથી પણ જે લોકોએ પોતાની જિંદગી સરકારી બાબુઓની બેદરકારીથી ખોઈ છે તેઓના આશ્રિત પરિવારને સામાજિક સુરક્ષા અને ન્યાય મળે તેઓના જીવન જીવવાના બંધારણીય અને માનવ અધિકારોના ભંગ સામે પરિવારને વળતર મળે અને જવાબદાર તંત્ર અને તેના અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને કાયદાનું રાજ્ કાયમ રહે તે ખુબ જ જરૂરી છે.

 

કલોલ સમાચાર