કલોલ નગરપાલિકાએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો : સફાઈ, ગટર,પાણીની ફરિયાદ નોંધાવી શકાશે

કલોલ નગરપાલિકાએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો : સફાઈ, ગટર,પાણીની ફરિયાદ નોંધાવી શકાશે

Share On

 ટોલ ફ્રી નંબર જાહેર

કલોલ પૂર્વમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ નગર પાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. શહેરના નાગરિકો તેમને પડતી મુશ્કેલી બાબતે ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ નંબરથી લોકોને ફરિયાદ નોંધાવવામાં સરળતા રહેશે.

કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ બાદ બીમારી,ગંદકી,ગટર,પાણી,લાઈટ જેવી બાબતોની ફરિયાદ માટે પાલિકાએ પણ પોતાનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.  શહેરમાં પાણી,ગટર,સફાઈ વગેરેની ફરિયાદ 1800 233 2210  નંબર ડાયલ કરીને નોંધાવી શકાશે.

 

આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પણ 24 કલાક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. 02764 229022 નંબર પર રોગચાળા સંબંધિત ફરિયાદ નોંધાવવા નાગરિકોને સૂચના આપવામાં આવી છે.

વધુમાં કલોલમાં જુલાઈ માસ દરમિયાન કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.આ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન વર્ષો જૂની હોવાથી આ સ્થિતિ ઉભી હતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હવે પાલિકા દ્વારા અહીં પાઇપલાઈનો બદલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ 1.75 કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર