કલોલના સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો,સંતોએ બળદેવજી ઠાકોરને આશીર્વાદ પાઠવ્યા

કલોલના સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો,સંતોએ બળદેવજી ઠાકોરને આશીર્વાદ પાઠવ્યા

Share On

સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો

કલોલમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. જેને કારણે વિધાર્થીઓને શિક્ષણની વધુ ઉત્તમ તકો પ્રાપ્ત થશે. અહીં હાલ પ્રાથમિક શિક્ષણથી માંડી ઇજનેરી સહીતનો અભ્યાસ ચાલે છે.

આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કલોલ વિધાનસભા વિસ્તારમાં આવતી શ્રી સ્વામીનારાયણ વિશ્વ મંગળ ગુરુકુળ સંસ્થાને યુનિવર્સિટી તરીકે દરજ્જો મળ્યો છે. ત્યારે આજે સંસ્થાના સંચાલકો અને સ્વામીજી એ મારી ઓફિસે રૂબરુ પધારી આશીર્વાદ પાઠવ્યા તેમજ શાલ ઓઢાડી મારું અભિવાદન કર્યુ તે બદલ તેમનો આભારી છું.

તેમણે કહ્યું હતું કે  શ્રી સ્વામીનારાયણ વિશ્વ મંગળ ગુરુકુળ સંસ્થાની શૂન્યમાંથી વટ વૃક્ષ બનાવાની સફરનો હું પોતે સાક્ષી છું. આજથી 12 વર્ષ પહેલા ત્યાં માત્ર વિરાન જંગલ હતું. પરંતુ સ્વામીનારાયણ સંસ્થાના સંતો અને વહિવટી મંડળે પોતાના પરિશ્રમથી વેરાન જગ્યામાં શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ આપતો વડલો તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. બે વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂ થઈ ત્યારે આપણા સહું માટે આભા ફાટ્યા જેવી સ્થિતી હતી. આવી વિકટ સ્થિતીમાં આ સંસ્થામાં ચાલતી હોસ્પિટલમાં બે થી ત્રણ હજાર લોકોના જીવ બચાવવાની ઉમદા કામગીરી થઈ હતી.
આજે પણ આ સંસ્થા ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીને ફી માં રાહત અથવા ફી માફી આપવા સુધીની કામગીરી કરીને તેમના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આવી સંસ્થાઓ પ્રગતી કરે તે સમાજ અને દેશના હિતમાં છે. ત્યારે આ સંસ્થા આગળ પણ પ્રગતિના નવા સોપાનો સર કરે અને હજારો વિદ્યાર્થીઓના જીવનને કંડારે તેવી મારી શુભકામનાઓ!

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવાઅહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર