રેલવે પૂર્વમાં ગળે ફાંસો ખાઈ આધેડનો આપઘાત
કોરોના મહામારી બાદ લોકો ઘણા તણાવમાં જીવી રહ્યા છે. જેને લઈને આપઘાત સહીતના બનાવો બનતા હોય છે.કલોલમાં પણ એક આધેડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલ રતિશ સોસાયટીમાં રહેતા વ્યક્તિએ ગળેફાંસો લગાવી મોતને વહાલું કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગત અનુસાર પૂર્વ વિસ્તારની રતિશ સોસાયટીમાં રહેતા સંજયકુમાર નટવરલાલ રાવલે બીમારીને કારણે પોતાના ઘરમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. તેઓએ અગાઉ ડ્રાયવર તરીકે નોકરી કરતા હતા તેમજ પૂર્વમાં એક પાર્લર પણ શરુ કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ટિમ દોડી આવી હતી અને લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ