છત્રાલમાંથી કયો વિદેશી દારૂ પકડ્યો
કલોલ તાલુકા પોલીસે છત્રાલ ખાતેથી વિદેશી દારૂ પકડ્યો હતો. રૂપિયા 4800ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે છત્રાલના ઇસ્કોન ફ્લેટના ચોકીદાર ખાનગી રહે દારૂનો વેપાર કરે છે.
જેને આધારે પોલીસે તપાસ કરતા આ વ્યક્તિ પાસેથી વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો હતો. ઓફિસર ચોઈસ નામના દારૂની 12 બોટલ મળી આવી હતી. જેને કારણે પોલીસે તેની પાસે પરમીટ માંગી હતી પરંતુ ન મળતા વિદેશી દારૂ અને મોબાઈલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ કલોલ તાલુકાના પલસાણામાં એક વ્યક્તિ દારૂ પી ને તોફાન કરતા પોલીસે ફરિયાદ નોંધી છે. પલસાણા હુડકોમાં રહેતો શખ્સ દારૂ પીને બકવા અને તોફાન કરતો હોવાથી પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ