કલોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી વિરુદ્ધ લોકદરબાર
કલોલમાં પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ એક્શન લેવાની શરુ કરી દીધી છે. શહેર પોલીસ સ્ટેશનમાં જિલ્લા એસપી ની હાજરીમાં વ્યાજખોરી વિરુદ્ધ લોકદરબારનું આયોજન કરાયું હતું. પોલીસે જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે કેટલાક લેભાગુ ઈસમો દ્વારા પોતાના આર્થિક લાભ માટે ગરીબ વ્યક્તિઓ કે આર્થિક પછાત વ્યક્તિને ઊંચા દરે કોઈપણ પ્રકારના ધિરધારના લાયસન્સ વગર વ્યાજે રૂપિયા આપે છે.
જેથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આવા વ્યાજખોરો વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકદરબારમાં કલોલ શહેર, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન અને સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વ્યાજખોરીનો ભોગ બનનાર લોકોને જરૂરી માહિતી સાથે હાજર રહેવા અપીલ કરાઈ છે.અહીં સ્થળ પર જ ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. કલોલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સવારે 11 વાગ્યે લોકદરબારનું આયોજન કરાયું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ