કેનેડા જતી દીકરીને સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી
કલોલ પૂર્વમાં ગૌતમનગર સોસાયટીમાં રહેતાં જયેશભાઇ ચાવડાની દીકરી ચિ.રિયા ઉચ્ચ અભ્યાસ માટે આજે કેનેડા જઈ રહી છે ત્યારે તેમના નિવાસસ્થાને જઈને મિત્રો સાથે રિયાને ફૂલ છડી આપી શુભેચ્છાઓ પાઠવી અને વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિ ભેટ આપવામાં આપી હતી.
આ પ્રસંગે શ્રી નિલેશભાઈ આચાર્ય,રામજીભાઈ સોલંકી,ભરતભાઈ રાઠોડ,મનોજભાઈ સોલંકી,અમરતભાઈ પરમાર,મહેશભાઈ વર્મા,રતિભાઈ પરમાર,કૃણાલ સુતરીયા અને સોસાયટીના પ્રમુખ ભલાભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ યોજના નો લાભ લઇ સામાન્ય પરિવારની દીકરી આજે વિદેશ જઈ રહી છે તેનો ખૂબ ખૂબ આનંદ છે તેમ નિલેશભાઈ આચાર્યે જણાવ્યું હતું.
નીચે ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819