કલોલમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોણે આવેદનપત્ર આપ્યું ?

કલોલમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોણે આવેદનપત્ર આપ્યું ?

Share On

કલોલમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર

વડગામના ધારાસભ્ય  અને યુવા નેતા જીજ્ઞેશ મેવાણીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી  રહ્યો છે. રાજ્યમાં ઠેકઠેકાણે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવી રહયું છે. કલોલમાં પણ મેવાણીને મુક્ત કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કલોલની ડૉ.બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવા માંગ કરાઈ છે. આવેદનપત્રમાં ગૌરવ સમિતિએ જણાવ્યું હતું કે આ પ્રકારની ફરિયાદો કરીને સરકાર સામે ઉઠતા અવાજને દબાવી દેવાની પ્રવુતિ થઇ થઈ રહી છે. જીજ્ઞેશ  મેવાણીમોં ટ્વીટમાં વાંધાજનક લખાણ ન હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને એક ચોક્કસ વર્ગને ઉશ્કેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગૌરવ સમિતિએ ધારાસભ્યને મુક્ત કરવામાં નહીં આવે તો અહિંસક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આસામમાં પણ સરકાર વિરુદ્ધ પ્રદર્શન

ગુજરાતની વડગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને કોકરાઝાર જિલ્લાની અદાલતે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડના વિરોધમાં આસામ કોંગ્રેસે કોકરાઝાર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કોર્ટના આદેશ બાદ મેવાણીને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : જીજ્ઞેશ મેવાણી 3 દિવસના રિમાન્ડ પર,આસામમાં હાલ ક્યાં છે,વાંચો એક્સક્લુઝિવ માહિતી

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર