ઉત્તર પ્રદેશના આ સાંસદે કલોલની મુલાકાત લીધી, વાંચો ક્યાં ફર્યા

ઉત્તર પ્રદેશના આ સાંસદે કલોલની મુલાકાત લીધી, વાંચો ક્યાં ફર્યા

Share On

ઉત્તરપ્રદેશના સાંસદ દ્વારા કલોલ શહેરની મુલાકાત કરવામાં આવી

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના મતવિસ્તારમાં ઉત્તરપ્રદેશના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી શ્રી ડો.ભોલા સિંગજી દ્વારા આજ રાજ કલોલ શહેર ની મુલાકાત કરવામાં આવી હતી.સૌ પ્રથમ તેમણે કલોલ હાઇવે પર આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજી પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી ત્યારબાદ તેઓએ કલોલ પૂર્વમાં આવેલ દેશની એકમાત્ર અનુસૂચિત જાતિ લોકોની કલ્યાણ કો.ઓ.બેંક તેમજ કલોલ નગરપાલિકા દ્વારા નવ નિર્મિત જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીની મુલાકાત કરી વાંચવા માટે આવેલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.અને પછી અવસર પાર્ટી પ્લોટમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના લાભાર્થીઓ સાથે સંવાદ કરી ઈ – શ્રમ કાર્ડનું વિતરણ કર્યું હતું.

કલોલમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ નો સંવાદ કાર્યક્રમ યોજાયો

કલોલ પુર્વમાં આવેલ અવસર પાર્ટી પ્લોટમાં આજ રોજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લીધેલ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ સાથે સીધા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અને સાંસદ શ્રી ભોલા શિંગ,ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમન વાજા, મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ શ્રી ગૌતમભાઈ ગેડિયા,મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પરમાર,શ્રી નિલેશભાઈ આચાર્ય,કલોલ શહેર ભાજપના પ્રમુખ શ્રી જે કે પટેલ પાટણ જિલ્લાના પ્રભારી શ્રી ગોવિંદભાઇ પટેલ,કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ અને કલોલ શહેર ભાજપના મહામંત્રી શ્રી નરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનાં અંતમાં આવેલ મહેમાનો ના હસ્તે ઈ શ્રમિક કાર્ડ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતુ.

કલોલમાં કલેક્ટર-પ્રાંત અધિકારીની મનાઈ છતાં કોમર્શિયલ બાંધકામ ચાલુ રખાતા રોષ

આ બધા કાર્યક્રમનું આયોજન પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તેમજ ગાંધીનગર જિલ્લા ભાજપની સૂચનાથી ફક્ત ૧૦ કલાકના સમય ગાળામાં કરવામાં આવ્યું હતું.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

 

કલોલ સમાચાર