પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું
કલોલમાં પોલીસની પોઝિટિવ કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું છે.કલોલ શહેર પોલીસે એક બિનવારસી બાળકને તેના માતા પિતા સાથે ગણતરીના કલાકોમાં મિલાવીને માનવતાનું કામ કર્યું છે.પોલીસને અજાણ્યા નંબર પરથી માહિતી મળી હતી કે ગંજીવાસના નાકે ચાર વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

આ બાબતને લઈને શહેર પીઆઇએ પોલીસ સ્ટાફને બાળકના વાલીવારસદારને શોધી કાઢવા સુચના આપી હતી.જેથી પોલીસ દ્વારા બાળકની પુછપરછ કરતા જરૂરી સંકેત મળી આવ્યા હતા. પોલીસે સંકેતોને આધારે તપાસ કરતા થોડાક સમયમાં જ બાળકના માં બાપ મળી આવ્યા હતા. ત્યારબાદ વાલીએ બાળકના આધાર પુરાવા રજુ કરતા બાળકનો કબજો સોંપવામાં આવ્યો હતો. બિનવારસી બાળકના માતા પિતા મળી જતા પોલીસ સ્ટાફમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી તેમજ હાજર સૌ લોકોએ પોલીસની કામગીરી વખાણી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
2 thoughts on “માનવતાની મિશાલ : કલોલ પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું ”