કલોલમાં બાઇકચોર બેફામ બન્યા, એક જ દિવસમાં બે બાઇક ચોરાતા ફફડાટ 

કલોલમાં બાઇકચોર બેફામ બન્યા, એક જ દિવસમાં બે બાઇક ચોરાતા ફફડાટ 

Share On

કલોલમાં બાઇકચોર બેફામ બન્યા

કલોલમાં દિન-પ્રતિદિન બાઇક ચોરાવા ની ઘટનાઓ વધી રહી છે અઠવાડિયામાં ઘણા બધા લોકોના બાઈક ચોરી થયા છે. ત્યારે ગઈકાલે સોમવારે એક જ દિવસમાં શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી બાઈક ચોરાયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રતાપપુરા માં રહેતા હિતેશ કુમાર પ્રજાપતિ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં બીજે માળે આવેલ દુકાનમાં નોકરી કરે છે ત્યારે તેઓ સાબરમતી ગેસ ની ઓફીસ આગળ ખુલ્લી જગ્યામાં મોટરસાયકલ પાર્ક કરી નોકરીએ ગયા હતા અને સાંજે પરત આવતાં જોયો તો નીચે બાઈક નહોતું જેને લીધે બાઈક ની શોધખોળ હાથ ધરાઇ પરંતુ તે મળી આવેલ નહોતું જેને કારણે મોટરસાયકલની કોઈ ભાળ ન મળતાં શહેર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી 15000 રૂપિયા નું બાઈક અજાણ્યો ઇસમ ચોરી જતાં તેની વિરુદ્ધ પોલીસ કેસ નોંધાયો છે.
 બીજા એક કિસ્સામાં વર્ધમાન નગર માં આવેલ એક હોસ્પિટલ આગળથી બાઇક ચોરી થયું હતું જેને લઇને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઉવારસદના અમિત  ઠાકોર મધુર ડેરીમાં પ્રાઇવેટ નોકરી કરે છે તેઓ કલોલ હોસ્પિટલ આવ્યા હતા અને ત્યાંથી તેમનો બાઈક ચોરાઈ ગયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર