કલોલમાં ટ્રાફિક નો પ્રશ્ન
કલોલમાં હવે ટ્રાફિક નો પ્રશ્ન માથાનો દુઃખાવો બનીને બહાર ઉભરી આવ્યો છે. શહેરનાં બજાર વિસ્તારમાં આડેધડ થઇ રહેલા વાહનોના પાર્કિંગનાં લીધે રસ્તો સાંકડો થઇ જતા દિવસભર ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. આડેધડ થતાં પાર્કિંગ મુદ્દે વહીવટી તંત્ર કંઇક પગલાં ભારે તેવી માંગ લોકો દ્વારા થઇ રહી છે.
કલોલમાં સ્ટેશન રોડ, વેપારીજીન, નવજીવન રોડ, મહેન્દ્ર મિલ રોડ, ખુનીબંગલા જેવા વિસ્તારોમાં સવાર, સાંજ અને બપોરના રોજ ભારે માત્રામાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખૂની બંગલા પાસે બસોને સ્ટોપ આપવામાં આવ્યું હતું તે પણ રદ કરી દેવામાં આવ્યું છે.
સ્ટેશન રોડ અને વેપારીજીનમાં દુકાનો આગળ જ વાહનોનું આડેધડ પાર્કિંગ થતાં અડધો રસ્તો બ્લોક થઇ જાય છે જયારે મટવાકુવા વિસ્તારમાં સાંજ પડતા ટ્રાફિકમાં જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કલોલની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ ફક્ત વહીવટી તંત્ર દ્વારા જ નહી આવી શકે પરંતુ પ્રજા તરીકે આપણે પણ આપણી ફરજ સમજીને પોતાનાં વાહનોનું યોગ્ય જગ્યામાં પાર્કિંગ કરવું પડશે. વધુમાં વેપારીજીનમાં આવેલ જીપ સ્ટેન્ડ અને ખુનીબંગલા આગળ રીક્ષા સ્ટેન્ડની જગ્યા બદલીને તંત્ર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આલવી શકે છે.
Video:પત્રકારે બેહુદુ-અસભ્ય વર્તન કર્યું, કલોલ ચીફ ઓફિસરનો મોટો દાવો
3 thoughts on “કલોલમાં થતો ટ્રાફિક જામ વેપારીઓ-ગ્રાહકો માટે માથાનો દુઃખાવો”