કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી

Share On

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પરંતુ કામગીરીમાં કોન્ટ્રકટર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું જણાય છે. કોઈ પણ જાતના નિયમનું પાલન કર્યા વગર કચરો ઉપાડવાની કામગીરી થઇ રહી છે. સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરી કોન્ટ્રાક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ડોર ટુ ડોર કચરા ના કલેક્શન માટે બંધ બોડી નું વાહન રાખવાનું ફરજીયાત છે ત્યારે આવા વાહનો ઓછા પડતા શહેરના અમુક વિસ્તારોમાં ખુલ્લા ટ્રેક્ટર માં કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે.આ વાહનોના ટ્રેકિંગ માટે જીપીએસ સિસ્ટમ પણ હોવી જરૂરી છે.ડોર ટુ ડોર કલેક્શનમાં સૂકા ભીના કચરાને અલગ અલગ રાખવાની વ્યવસ્થા કરવાની હોય છે તેમ છતાં એક જ વાહનમાં તમામ કચરો ભરીને લઇ જવામાં આવી રહ્યો છે.

રસ્તા પર દોડી રહેલા વાહનની પાછળ કચરાની થેલીઓ લટકાવવાના કારણે ઘણી વખત કચરો ઉડીને રોડ પર ફેલાતો જોવા મળે છે. નરી આંખે દેખાતું હોવા છતાં કલોલના નગર સેવકો પણ આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા નથી.

 

લેબર સહિતના સ્ટાફને આઈકાર્ડ પણ આપવામાં આવ્યા નથી. કોમર્શિયલ વિસ્તારમાં દિવસમાં બે વખત સફાઈ કરવાની જોગવાઈ હોવા છતાં મોટાભાગે માંડ એક વખત સફાઈ થઇ રહી છે. આ ઉપરાંત રોડ વાળવાની કામગીરી નિયમિત ન થતી હોવાની ફરિયાદો ઉઠી છે. સફાઈકર્મી અને લેબરના રક્ષણ અને સલામતી  માટે જરૂરી એવા હેન્ડ ગ્લોવ્ઝ,એપ્રોન,ગમ-બુટ,ટોપી તેમજ યુનિફોર્મ પૂરો પાડવો જરૂરી છે પરંતુ કોન્ટ્રાકટરની કોઈ જવાબદારી જ ન હોય તેમ સાદા કપડાંમાં લેબર પોતાનું કામ કરવા મજબૂર બન્યા છે. આ સંજોગોમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઊભી થઈ છે.

કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર,લોકોમાં ભય 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર