બીવીએમ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ટલ્લે
કલોલ પૂર્વમાં આવેલ બીવીએમ ફાટક પર સરકાર દ્વારા બ્રિજ બનાવવામાં આવનાર છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આશરે ત્રણ માસ અગાઉ ઓવરબ્રિજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ સુધી આ બ્રિજ બનાવવાની કામગીરી શરુ થઇ શકી નથી. જેને પગલે પૂર્વ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે.
કલોલ પૂર્વમાંથી પશ્ચિમ તરફ જવા મોટી સંખ્યામાં લોકો ફાટકનો ઉપયોગ કરે છે. ટ્રેનોની સંખ્યા વધી હોવાને કારણે વારેઘડીયે ફાટક બંધ થઇ જતો હોય છે. પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વખત કલાકો સુધી ટ્રાફિક જામ પણ થઇ જતું હોય છે જેના પરિણામે સમય અને ઇંધણનો પણ વ્યય થાય છે. રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી હોવા છતાં કલોલ નગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની કામગીરી હાથ ધરાઈ નથી.

પૂર્વ વિસ્તારમાં રહેતા આશરે 30 હજારથી વધુ લોકો ફાટકને કારણે પરેશાનીનો સામનો કરે છે. ઘણી વખત બે ટ્રેનોને એક સાથે પસાર કરવામાં આવતા લાંબા સમય સુધી ફાટક બંધ રહેતો હોય છે. ગૃહમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં કામગીરી શરુ ન થતા અનેક તર્કવિતર્ક પણ થઇ રહ્યા છે. પૂર્વના રહીશોએ ભાજપ શાસિત કલોલ નગરપાલિકા પર ફિટકાર વરસાવ્યો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “કલોલના બીવીએમ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ”