કલોલ મામલતદાર કચેરી આગળ વાહન પાર્કિંગની સમસ્યા વકરી
કલોલમાં આવેલ મામલતદાર કચેરીમાં પાર્કિંગને લઈને અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. વાહન પાર્ક કરવા માટેની જગ્યા હવે નાની પડતા લોકો બહાર રોડ વચ્ચે જ પોતાના વાહનો મૂકી ટ્રાફિકમાં અડચણ પેદા કરી રહ્યા છે.તો બીજી તરફ કચેરીના પાર્કિંગમાં પણ કાર લઈને આવતા અરજદારો મનફાવે ત્યાં પોતાની કાર પાર્ક કરી દેતા હોય છે જેથી અન્ય લોકોને અવર જવર કરવામાં તકલીફનો સામનો કરવો પડે છે.
કલોલ મામતલદાર કચેરીની ફરિયાદ વધી ગઈ છે. જનતાને સ્પર્શતી કોઈને કોઈ બાબતે કચેરી ચર્ચામાં રહેવા લાગી છે. પાર્કિંગને લઈને હવે અહીં આવતા અરજદારો વચ્ચે પણ માથાકૂટ થતી હોય છે. મામલતદાર કચેરીમાં વિવિધ કામને લઈને હજારો લોકો અહીં આવતા હોય છે. આ અરજદારો પોતાનું વાહન વચ્ચે વચ્ચે મૂકીને જતા રહે છે. પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરી હોવા છતાં યોગ્ય સ્થાને મૂકવાની જગ્યાને બદલે રસ્તા વચ્ચે જ વાહનો મૂકે છે.

આ ઉપરાંત મામલતદાર કચેરીના પાર્કિંગ પ્લોટમાં પણ અસ્ત વ્યસ્ત રીતે વાહનો પાર્ક કરતા બાજુમાં આવેલ તોલમાપ અને પુરવઠા શાખાની કચેરીમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જતો હોય છે. આ રસ્તાને અવરોધી વાહનો પાર્ક કરતા પુરવઠા કચેરીના કર્મચારીઓ તેમજ અરજદારો બહાર નીકળી શકતા નથી તેમજ જ્યાં સુધી ગાડીનો માલિક ના આવે ત્યાં સુધી ફરજિયાત રાહ જોઈને ઉભુ રહેવું પડે છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ