કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર 

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર 

Share On

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ?

સૌથી પહેલા ક્યારે Bank શરુ થઇ ? કલોલ વર્ષોથી ઔધોગિક નગર તરીકે જાણીતું હતું. અહી મોટી મિલો તેમજ ફેકટરીઓ આવેલી  હોવાથી ઘણાં બધા લોકો રોજગારી માટે બહારથી આવીને વસવાટ કરવા લાગ્યા. જો કે તમને જાણ નહી હોય કે કલોલમાં ઔધોગિક વિકાસ માટે કયા મહારાજાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કલોલમાં સૌપ્રથમ બેંક મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી જેનો સીધો ફાયદો કલોલના ઉદ્યોગોને થયો.

 સૌથી જૂની Bank કઈ ??

કલોલમાં સૌપ્રથમ Bank ૧૯૩૦ માં બની હતી જેનું નામ હતું બરોડા બેંક. બરોડા બેંક વડોદરાનાં પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડે બનાવડાવી હતી. હાલ બરોડા બેંક શહેરનાં  સ્ટેશન રોડ પર આવેલી છે. આ બેંક હવે સ્ટેશન રોડથી આંબેડકર રોડ પર શિફ્ટ થઇ ગઈ છે.   બરોડાનાં રાજા સયાજીરાવ ગાયકવાડે કલોલનાં ઉદ્યોગોને પાયાની સગવડો પૂરી પાડી હતી જેને કારણે કલોલમાં ઉદ્યોગો વિકસ્યા તેમજ નવી કાપડ મિલો શરુ થઇ.મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઉદ્યોગપ્રધાન નીતિને કારણે આજુબાજુમાં ફેકટરીઓ અને મિલો શરુ થઇ જેનો સીધો લાભ કલોલની જનતાને મળ્યો.

સયાજીરાવ ગાયકવાડ જેમનું સાચું નામ  શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ હતું. તેમનો જન્મ   ૧૦ માર્ચ ૧૮૬૩ રોજ થયો હતો. તેઓ ૧૮૭૫ થી ૧૯૩૯ સુધી બરોડા રાજ્યના મહારાજા હતા. તેમના શાસન દરમ્યાન રાજ્યમાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ થયાં હતા. તેઓએ  વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી હતી.

હાલ કલોલમાં દેશની તમામ મોટી બેંકોની બ્રાન્ચ છે. આ ઉપરાંત સ્મોલ ફાઇનાન્સ બેન્કો તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ પણ કલોલમાં પોતાનો કારોબાર શરુ કર્યો છે.

અહીં બેન્ક ઓફ બરોડા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,યુકો બેન્ક,પંજાબ નેશનલ બેન્ક,ICICI બેન્ક,કેનરા બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,બેન્ક ઓફ ઇન્ડિયા વગેરે બેંકોની બ્રાંચ આવેલ છે.

કલોલ સમાચાર