કલોલ પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ 

કલોલ પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ 

Share On

કલોલ પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

કલોલમાં 14 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ અને શહેરના આગેવાનોની હાજરીમાં શાંતિસમિતિની બેઠક યોજાઈ હતી.

કલોલમાં રથયાત્રા સુરક્ષિત રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા ગઈકાલે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા માટે 180 પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે તેમજ સીસીટીવી કેમેરાની મદદથી નજર પણ રાખવામાં આવશે.   કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું નહોતું જેને કારણે ભાવિકભક્તોમાં આ વખતે ઉત્સાહનો માહોલ છે. શહેરના સત્યનારાયણ મંદિરથી દર વર્ષની માફક રથયાત્રાનું પ્રસ્થાન કરશે અને ત્યારબાદ સમગ્ર શહેરમાં યાત્રા ફરશે.

શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ

કલોલ પાલિકાએ ગંદકી બદલ વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો 

. આ રથયાત્રામાં મહિલા મંડળો,ભજન મંડળીઓ,અખાડા,ટ્રેક્ટર વગેરે મોટી સંખ્યામાં જોડાશે. સત્યનારાયણ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થશે તેમજ ખૂની બંગલા તેમજ બજાર વિસ્તારમાં ફરશે. રથયાત્રાને પંચવટી વિસ્તારમાં બપોરના સમયે થોડો વિશ્રામ આપી વર્કશોપ ત્રણ રસ્તા,ત્રણ આંગળી સર્કલ,રેલવે પૂર્વ વિસ્તાર અને કલ્યાણપુરા થઈને મંદિરે પરત ફરશે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર