જીજ્ઞેશ મેવાણી બન્યા ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા કોંગ્રેસે ગુરુવારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત સાત નેતાઓને તેના રાજ્ય એકમના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, મેવાણી ઉપરાંત ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય હિંમત સિંહ પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત કદીર પીરઝાદા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે પણ કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને શશિકાંત સેંથિલને વોર-રૂમના વડા બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય પ્રિયંક ખડગેને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા વિભાગના વડા બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં આવતા વર્ષના મધ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો