કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન

કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન

Share On

કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન

દેશમાં કોરોના સંક્રમણમાં નવેસરથી થયેલા વધારા વચ્ચે સરકારે 18-59 વર્ષની વયજૂથના લોકોને કોવિડ રસીના મફત  પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે 15 જુલાઈથી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. આ 75-દિવસીય અભિયાન હેઠળ કોવિડ રસીના પ્રિકોશન ડોઝ સરકારી ઇમ્યુનાઇઝેશન કેન્દ્રો પર વિનામૂલ્યે આપવામાં આવશે.

જે હેઠળ કલોલમાં પણ વેક્સીન આપવાની  શરૂઆત કરવામાં આવી છે. કલોલના બાબાસાહેબ આંબેડકર અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ વેક્સીન આપવાની શરુ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નેતા નિલેશ આચાર્યે પણ વેક્સીનનો પ્રિકોશન ડોઝ લઈને લોકોને વેક્સીન લેવાની અપીલ કરી હતી. આ સાથે તેઓએ વેક્સીન માટે સરકારનો પણ આભાર માન્યો હતો.

બીજી તરફ કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વેક્સીનના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ ગઈ છે.  કલોલ ખાતે ના કોરોના રસીકરણ કેન્દ્રો નીચે મુજબ છે.

કલોલ શહેર-તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ 

1. CHC અને રેફરલ હોસ્પીટલ (મામલતદાર ઓફિસની પાસે)

2. અર્બન હેલ્થ સેન્ટર- ૧ (આંબેડકર હોલ રેલવે પૂર્વ કલોલ)

3. અર્બન હેલ્થ સેન્ટર -૨ (નૂરે મોહમ્મદ હોસ્પિટલ કેમ્પસ માં)

4. વીમા યોજના હોસ્પિટલ (હોટલ સિલ્વર પ્લેટર ની પાસે બોરીસણા રોડ).

નોંધ- ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર સ્પોટ રજીસ્ટ્રેશન થી પણ  વેક્સિન આપી શકાશે

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર