કલોલના દ્વારકેશ ફ્લેટ આગળ ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમાયું

કલોલના દ્વારકેશ ફ્લેટ આગળ ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમાયું

Share On

કલોલના દ્વારકેશ ફ્લેટ આગળ ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમાયું

કલોલમાં આવેલ  દ્વારકેશ ફ્લેટ આગળ અસહ્ય ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે.  આ એરિયામાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો તેમજ  ખાણીપીણી ની દુકાનો આવેલી છે. એપાર્ટમેન્ટની બાજુમાં જ અંબાજી મંદિર આવેલું હોવાથી  મંદિરમાં દર્શન અર્થે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં ગંદકી  જોઇ ને ભક્તોમાં પણ સ્થાનિક તંત્ર પર રોષ ની લાગણી ફેલાઇ છે.

પાલિકા તંત્ર દ્વારા જે જગ્યા પર કચરો ઠાલવવામાં આવે છે, તેની સામે જ જૈન વાડી આવેલી છે, જ્યાં પાલિકા દ્વારા દર વર્ષે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાતો હોય છે.અંબાજી મંદિર પાસે આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટ માં રહેતા રહીશો છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ગંદકી થી પરેશાન થઈ ચૂક્યા છે.  તેમના દ્વારા વારંવાર તંત્રને ગંદકી તેમજ સાફ-સફાઈની સુવિધા ત્વરિત પણે ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમની સમસ્યાનો યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિક તંત્ર પર રહીશોના મનમાં રોષની લાગણી ફેલાઇ છે.

કલોલ પૂર્વમાં ખાડાઓ બાદ હવે ભુવો પડતા અફરાતફરી 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર