કલોલમાં 15મી ઓગષ્ટની જોરદાર ઉજવણી કરાઈ
કલોલમાં 15મી ઓગષ્ટની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલોલ ખાતે હોવાથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કલોલમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
કલોલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉલ્લાસપૂર્ણ કરાઇ હતી. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે લોકોએ ઘેર ઘેર ઝંડા ફરકાવ્યા હતા. અનેક શાળાઓ તેમજ જાહેર સંસ્થાઓમાં તિરંગો ફરકાવી સલામી અપાઈ હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કલોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં હર્ષ સંઘવી,બળદેવજી ઠાકોર,સ્થાનિક નેતાઓ, કલેકટર, એસપી,કાઉન્સિલરો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ પરેડ પણ નિહાળી હતી.
કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો