કલોલમાં મોંઘવારી વિરુદ્ધ દુકાનો બંધ રહી
પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે મોંઘવારી થી છૂટકો અપાવવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કલોલમાં બળદેવજી ઠાકોરની આગેવાનીમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન યોજાયું હતું. લોકોને ખરેખર મોંઘવારીનો અનુભવ થઇ રહ્યો છે જેને લઈને સવારથી જ બજારની દુકાનો બંધ રહી હતી. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે મોંઘવારીએ જે અત્યારે માઝા મૂકી છે. તેમાં તેલનો ડબ્બો લાવવો તે એક સ્વપ્ન બની ગયું હોય એવું જણાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યના યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. જે મામલો બહુ ગંભીરતાથી લેવો જોઈએ.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજ્યના નાના વેપારી અને ઉદ્યોગપતિઓએ કોંગ્રેસના બંધને સહકાર આપ્યો છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, લોકોની આવકમાં વધારો નથી થઇ રહ્યો ત્યારે બેરોજગારો, મોંઘવારીથી ત્રસ્ત લોકોને અવાજ લઇ કોંગ્રેસ નીકળ્યું છે ત્યારે તમામ લોકોએ સહકાર આપ્યો છે.
કલોલ ખાતે ગાયમાં શંકાસ્પદ લમ્પી વાયરસ દેખાયો,જાણો સમગ્ર ઘટના
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો