કલોલની રેલવે કોલોનીમાં ખાડામાં ફસાયેલ આખલાનું રેસ્ક્યુ કરાયું
કલોલમાં દિનપ્રતિદિન રખડતા પશુઓ સાથે અકસ્માત ના બનાવો વધી રહ્યા છે. રેલવે કોલોની ખાતે ખાડામાં એક આખલો પડી ગયો હતો. દર્દ થી પીડાતા આખલાને બચાવવા હોમગાર્ડ જવાનો અને સ્થાનિક લોકો આગળ આવ્યા હતા. રેલવે કોલોનીમાં પડેલ આખલાને મહા મુસીબતે બહાર કાઢીને સારવાર આપવામાં આવી હતી. આ કાર્યમાં જીવદયા પ્રેમીઓ તેમજ હોમગાર્ડ જવાનો બિપિન સોલંકી અને અનિલ કટારીયાએ મહત્વનો ફાળો આપ્યો હતો.