કલોલના પાનસર ત્રણ રસ્તા નજીક યુવક પર હુમલો થતા ચકચાર 

કલોલના પાનસર ત્રણ રસ્તા નજીક યુવક પર હુમલો થતા ચકચાર 

Share On

કલોલના પાનસર ત્રણ રસ્તા નજીક યુવક પર હુમલો થતા ચકચાર

કલોલમાં નજીવી બાબતને લઈને મારામારી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જુમ્મા મસ્જિદ પાસે રહેતા જાફરભાઈ પર ઇબ્રાહિમ મલેક અને તેના સાગરીતો દ્વારા ધોકા અને પાઇપ વડે હુમલો કરાયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ જાફરભાઈને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલાને કારણે જાફરભાઈએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જાફર અનવર સૈયદ સવારના આશરે 11:30 વાગે કલોલ પાનસર ત્રણ રસ્તા પાસે ચાની લારી ઉપર ચા પીવા ગયા હતા. ચાની લારી ઉપર જાફર સૈયદના મિત્ર હુસેન તેમજ ઇબ્રાહીમ રસુલ મલેક પણ બેઠા હતા. ત્યાં મજૂરી કામની બાબતને લઈને ઝઘડો થતા જાફર પર ત્રણ લોકો તૂટી પડ્યા હતા, જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર