સાઇલેન્સર ચોરોનો તરખાટ : ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું 

સાઇલેન્સર ચોરોનો તરખાટ : ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું 

Share On

 ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું

કલોલમાં ઇકોના ચોરોએ જોરદાર તરખાટ મચાવ્યો છે.કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં રહેતા દિનેશકુમાર સાંકળચંદ પ્રજાપતિની ઇકો ગાડીમાંથી સાઇલેન્સર ચોરાવાની ઘટના સામે આવી છે. જેને લઈને તેમણે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ડીંગુચાના બ્રહ્માણી વાસમાં રહેતા દિનેશભાઈ પાસે ઇકો ગાડી છે. દિનેશભાઈએ રાત્રે કામ પતાવીને પોતાના ઘરે આવ્યા હતા અને બાજુના રોડ પર ઇકો ગાડી પાર્ક કરી હતી. સવારે ઉઠીને ઇકો ચાલુ કરતા તેમાંથી અલગ પ્રકારનો અવાજ નીકળતો હતો. જેને કારણે તેઓ તપાસ કરવા નીચે ઉતરીને જોતા ઇકોનું સાઇલેન્સર ગાયબ હતું. રાત્રી દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ  ચોરી કરી લઇ ગયો હોવાનું જણાયું હતું. જેને પગલે તેમણે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? વાંચો એક્સક્લૂઝિવ સ્ટોરી 

કલોલ સમાચાર