Exclusive : કલોલમાં ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની

Exclusive : કલોલમાં ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની

Share On

ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની

ભાજપ માટે કલોલ બેઠક પર કપરાં ચડાણ ગણાઇ રહ્યા છે ત્યારે  ટિકિટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં બહુ જ આયોજન પૂર્વક કામ ચાલી રહ્યું છે. હાલ કલોલના સ્થાનિક ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે પરંતુ યોગ્ય સમીકરણો સેટ નહીં થાય તો કલોલ બહાર પણ નજર દોડાવવામાં આવી શકે છે. આ ઉપરાંત શક્ય હશે તો કોંગ્રેસમાંથી પણ કોઈ આયાતી ઉમેદવાર આવી શકે છે ભાજપ હાલ કલોલ બેઠક જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કોઈ ઓબીસી નેતાને પણ પોતાના પક્ષમાં સામેલ કરી બળદેવજી ઠાકોર સામે ચૂંટણી લડાવી શકે છે.
ભાજપ હાલ ખાખરીયા ટપ્પાના અમુક મજબૂત ઠાકોર નેતાઓની શોધમાં લાગી છે જે ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપી શકે. કલોલના રાજકીય સૂત્રોમાં જોરશોરથી આ ચર્ચા તેજ બની છે. સામે પક્ષે ટિકિટના લાલચુ નેતાઓ મોકો મળે તો વંડી ઠેકવા પણ તૈયાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.જોકે હજી સુધી કોઈ સત્તાવાર પૃષ્ટિ સામે આવી નથી.
કલોલ બેઠક જીતવા માટે જાતિગત સમીકરણો ઘણા જ મહત્વનું પરિબળ છે. જે પક્ષ આ સમીકરણો પોતાની તરફે કરવામાં સફળ થશે તે જ પક્ષ જીત મેળવશે. જો બહારથી કોઈ પાટીદાર કે ઠાકોર ઉમેદવાર લાવવામાં આવ્યો તો તેની પર આયટીનું લેબલ લાગી શકે છે. જેની સામે બળદેવજી ઠાકોર સ્થાનિક ઉમેદવાર હોવાથી તેમની જીતની શક્યતા ઘણી જ વધી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી પણ કોઈ ઉમેદવાર લાવવામાં આવે તો ભાજપના કાર્યકરોમાં પણ રોષ વ્યાપી શકે છે જેને કારણે પક્ષને નુકસાન થઈ શકે તેમ છે. જેથી ભાજપમાં કલોલના જ કોઈ સ્થાનિક ઉમેદવારને તક મળે તો પોઝિટિવ સંદેશ જઈ શકે તેમ છે.

કલોલ સમાચાર